શિવ તાંડવ
(રાગ કાનડા – તાલ સુરફાકતા)
હર હર હર ભૂતનાથ, પશુપતિ
યોગીશ્વર મહાદેવ શિવ પિનાકપાણિ…હર
ઊર્ધ્વ બળતી જટા જાળ નાચે વ્યોમે કેશ ભાલ
સપ્ત ભુવન ધરે છે તાલ ડગમગે અવની…હર
– સ્વામી વિવેકાનંદ
(બંગાળી ગીતનું ભાષાંતર ‘વિવેકાનંદનાં કાવ્યો’માંથી, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વિતીય સંસ્કરણ પૃ. ૩૯)
આનંદમગ્ન શિવ
(રાગ કર્નાટી એકતાલ)
તાથૈયા તાથૈયા નાચે ભોળા બં બં બાજે ગાલ
ડિમ ડિમિ ડમરુ બાજે ઝૂલે છે ખોપરી માળ …તાથૈયા
ગર્જે ગંગા જટા માંહે ઉગ્ર અનલે ત્રિશૂલ રાજે
ઝગ ઝગ ઝગ મૌલિ બંધ જ્વળે શશાંક ભાલ …તાથૈયા
– સ્વામી વિવેકાનંદ
Total Views: 114
Your Content Goes Here



