દરિયો ડહોળીને અમે મોતીડાં આણ્યાં,
પણ, બંધાતી છીપલીને પૂછે છે કોણ?
આભલે ઊડીને લાખ તારલિયા વીણ્યા,
કેમ ફફડાવી પાંખો તે પૂછે છે કોણ?
જંગલને પાત પાત પડઘાતા પડઘમમાં
એક ટહુકો ઉલાળવાનું પૂછે છે કોણ?
ડૂંગરા ખૂંદીને દળ ટોચે પોગાડ્યા,
પ્હેલી પગલી પાડ્યાનું હવે પૂછે છે કોણ?
ઊંચી મ્હોલાતું એ કોરાતા કાંગરા
માંહી ધરબાતી કાંકરીને પૂછે છે કોણ?
સૂરજના સાત રંગ આંખે અંજાય
જરી તણખો ઝીલાયાનું પૂછે છે કોણ?
દુનિયા આખીમાં દ્યે દેકારા પડકારા
પણ કાળજાની વાત્યું’ને પૂછે છે કોણ?
દરિયો ડહોળીને અમે મોતીડાં આણ્યાં,
પણ બંધાતી છીપલીને પૂછે છે કોણ!
– જ્યોતિબહેન ગાંધી
Total Views: 150
Your Content Goes Here



