કાળઝાળ ડાકુ એક નીકળ્યો છે ધૂંઆફૂંઆ
વગડા ને ગામ બધાં કંપે!
નાસભાગ કરતાં સૌ માનવ ને વંન પશુ
ફડફડતાં પંખીઓ અજંપે!
ઘોડાના ડાબલા ખૂંદે છે ખેતરાં ને
અડાબીડ વગડાને વીંધે,
ધસમસતો કાળદૂત પળમાં હી હણી નાખે
કોઇ એને આંગળી જો ચીંધે!
મારમાર નીકળેલો ટોળાની સાથમાં
લૂંટારો ક્યાંય નવ થંભે!
નાની કુટિર કેરા પ્રાંગણમાં બેઠાં છે
એકલાં ત્યાં શારદામૈયા,
આંખ થકી નિશદિન નીતરે છે નેહ
આખી દુનિયાનાં લોક એનાં છૈયાં!
લૂંટારો આવ્યો કુટિરમાં ને માતાએ
‘આવ બેટા’, – આવકારો દીધો,
ફળનો ભરેલ થાળ હાથ માથે ફેરવી
ડાકુની પાસ ધરી દીધો!
ડાકુ – લૂંટારા સહુ આરોગે જેમ
બાળ માતાના ખોળામાં જંપે!
Total Views: 60
Your Content Goes Here




