‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો રામકૃષ્ણ મિશન શતાબ્દી વિશેષાંક મનુભાઇ પંચોળી ‘દર્શક, સ્વામી જિતાત્માનંદ, જ્યોતિહેન થાનકી, ભાનુપ્રસાદ પંડ્યા, દિલીપકુમાર રૉય, દુષ્યંત પંડ્યા વગેરેની કૃતિઓથી સમૃદ્ધ બન્યો છે.
– ડૉ. રમણલાલ જોશી (‘જનસત્તા’, તા.૨૧-૧૧-૯૭માંથી)
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના આ અંકમાં પ્રારંભમાં રામકૃષ્ણ મિશનની માહિતી આપી છે. તેમાં મિશનના મહત્ત્વપૂર્ણ પ્રકાશનો અને કેન્દ્રોની ઝલક અને અનુપ્રાણિત પત્રિકાઓ, મઠ-મિશનની પ્રવૃત્તિઓ, તબીબી સેવા, રાહત -પુનર્વસવાટ, સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ, પછાત વર્ગના લોકો માટેનાં કાર્યો, રામકૃષ્ણ મઠ અને મિશનનાં શાખા કેન્દ્રોની યાદી અને વિદેશોમાં આવેલા શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની ચિત્રો સહિત એક ઝલક આપવામાં આવી છે.
‘વિશ્વમાં રામકૃષ્ણ મિશનનું સ્થાન’ એ માહિતીપ્રદ લેખમાં ‘સમગ્ર વિશ્વમાં રામકૃષ્ણ મિશનનું સ્થાન સામાજિક અને આધ્યાત્મિક ચળવળોમાં અદ્વિતિય છે.’ એમ જણાવી લેખકે મિશનના શતાબ્દી ઉત્સવના પ્રસંગે આશ્રમના સ્વામીઓને ભાવાંજલિ અર્પી છે. જાણીતા ચિંતક વિમલાબહેન લખે છે કે ‘શ્રીરામકૃષ્ણ મિશન દ્વારા એક વૈશ્વિક ચેતના જગાડવામાં આવી છે.’ જાણીતા સાહિત્યકાર શ્રી મનુભાઇ પંચોળીએ પોતાના લેખમાં સ્વામી વિવેકાનંદની ગાંધી યુગને દેણગીની માહિતી આપી છે. આ ઉપરાંત જયરામવાટીથી બેલુરમઠ – એક યાત્રા, ભગવાન મળે તે ભાગ્યવાન, આધુનિક ભારતના વિશિષ્ટ સર્જક વગેરે લેખો સ્વામી વિવેકાનંદ અને શ્રીરામકૃષ્ણ પરમહંસના વ્યક્તિત્વના જુદાં જુદાં પાસા રજૂ કરે છે. શ્રીરામકૃષ્ણ મિશન અને સ્વામી વિવેકાનંદ વિશે રોમાં રોલાની મુલાકાત લેખ અને સુભાષચંદ્ર બોઝનો સ્વામી વિવેકાનંદને અર્વાચીન રાષ્ટ્રીય ચળવળના આધ્યાત્મિક પિતા તરીકે ઓળખાવતો લેખ મનનીય છે. આ ઉપરાંત સર્વશ્રી મનસુખલાલ મહેતા, વિનોબા ભાવે, કાકા કાલેલકર, દુષ્યંત પંડ્યા વગેરેના લેખો શ્રીરામકૃષ્ણ મિશનની વધુ ભાવભર્યો ખ્યાલ આપે છે. અંકમાં પ્રણાલિકા મુજબ કાવ્યો, મધુ-સંચય, આનંદ-બ્રહ્મ, બાળ-વિભાગ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સ્વામી વિવેકાનંદની વિવિધ પ્રતિમાઓનાં રંગીન ચિત્રોના મુખપૃષ્ટથી શોભતો આ અંક વૈવિધ્યપૂર્ણ છે.
જેરામભાઇ સ. રાઠોડ (‘ફૂલછાબ’ ‘દૈનિક તા. ૧૦-૧૧-૯૭)
ગુજરાતના વિવિધ સ્થળોએ પ્રતિષ્ઠિત થયેલ સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાઓથી યુક્ત આવરણ ચિત્રથી તથા લૅમિનેશનયુક્ત ટાઇટલ પેઇજથી અંક ખૂબ જ આકર્ષક બન્યો છે. આ અંકની અંતર્ગત પસંદ કરાયેલ લેખો ‘રામકૃષ્ણ મિશન શતાબ્દી વિશેષાંક’ને અનુરૂપ ખૂબ જહેમત લઇ પસંદ કરવામાં આવ્યા છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. આ અંકને આવો સમૃદ્ધ બનાવવામાં પોતાની જાહેરાત આપીને સહયોગ આપનાર વ્યક્તિઓને પણ અભિનંદન. સ્વામી વિવેકાનંદ ‘વિવેકવાણી’, ‘મારો ઇશ્વર’ માં કહે છે, ‘ભગવાન મને અને એ બધાંને મદદ મોકલતા રહે છે… મારી સાથે ઇશ્વર છે.’- આ વાણી – આપના આ પ્રકાશન ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ માટે પણ સાચી લાગે છે. અંતમાં, આટલા ઓછા લવાજમના દરથી આવું ઉત્કૃષ્ટ આધ્યાત્મિક લેખોવાળું સાહિત્ય ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ માસિકના માધ્યમ દ્વારા સમાજન વિચારવંત લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરવા બદલ હાર્દિક અભિનંદન પાઠવું છું.
– આર. વી. પાંધી (પોરબંદર)
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ઑક્ટો- નવે.-’૯૭નો અંક ઘણો જ સુંદર, માહિતીસભર અને હંમેશનું ‘સંભારણું બની રહે તે પ્રકારનો છે.
– એ. કે. લાલાણી, ડિસ્ટ્રિક્ટ ચૅરમૅન, લાયન્સ ઇન્ટરનૅશનલ
મારી શાળામાં ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ ત્રણેક વર્ષથી આવે છે. અમોએ ૧૦ વર્ષનું લવાજમ ભરી દીધું છે. સ્વામી વિવેકાનંદના વિચારો મડદામાં પણ પ્રાણ પૂરે તેવા છે તે જોતાં ગુજરાતની દરેક શાળા-મહાશાળા આ સામયિકનું લવાજમ ભરે તે સમયોચિત ગણાશે. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં જાહેરાતવાળા પાના પર સ્વામીજી કે રામકૃષ્ણદેવ યા માતાજીનો સુવિચાર આવે છે. તેનું પુનરાવર્તન ન થાય તેની કાળજી રાખવા નમ્ર વિનંતી. આથી તેઓના વધારે વિચારો વાંચવા મળશે.
– પટેલ પુનમભાઇ (જોષીકુવા ગામ, જિ. ખેડા)
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં જે લેખો આવે છે એ વાંચી ખૂબ આનંદ થયો. સ્વામી શ્રી વિવેકાનંદ આશ્રમો ભારત બહાર પણ છે એ જાણી અને એ આશ્રમોનાં કાર્યો અને એના મંદિરોના ચિત્રો જોઇને ખૂબ આનંદ થયો. ‘શ્રીરામકૃષ્ણ મિશન માર્ગદર્શક સ્તંભ’એ સ્વામી ભૂતેશાનન્દજીનો લેખ, મને બહુ ગમ્યો અને હજી મારું ‘જ્યોત’ વાંચન ચાલુ છે.
– પંડ્યા પ્રજ્ઞા બી. (ભુજ -કચ્છ)
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું મુખપૃષ્ઠ ખુબ જ સુંદર છે.
– બાબુલાલ એસ. ભરાડ (સાવરકુંડલા)
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના લેખો બહુ જ સરસ ભાષામાં હોય છે અને તેમાંથી ઘણું જાણવા મળે છે.
– પ્રવીણ ટી. બાબલા (મુંબઇ)
સપ્ટેમ્બરના અંકમાં ‘સ્વામીજીનું કવન : ગાંધીજીનું જીવન’ ધ્યાનથી વાંચી ગયો. સંશોધન સારું થયું છે એટલે ગાંધીજીની સ્વામીજી અને ગુરુમહારાજ પ્રત્યેની ઊંડા આદરની લાગણી બરોબર સમજી શકાય છે. આવું જ લખાણ ચાલુ રાખજો. ગાંધીજી – વિવેકાનંદ આ સમિશ્રણ ભારતને તારશે એમ મારો અભિપ્રાય છે.
– ડી. કે. ઓઝા (ચેન્નાઇ – મદ્રાસ)
■ आपका कलेक्शन बहुत ही अच्छा है। आपकी गुजराती भाषा भी बहुत सरल व उच्च श्रेणी की है। हिन्दी भाषीयोंको समझने में किसी प्रकार की कठिनाई का नहीं आती है। मधुसंचय में ध्यान व योग के माध्यम से कम्पनीवालों को काफी राहत मिलती समझ आई। आज कल के हर जगह लोग अहंकारी व टॅन्शन से भरे होते हैं उन्हें कहीं चैन नहीं मिलता है। अगर आपकी पत्रिका में इस विषय में भी मार्गदर्शन देंगे तो हर घर में शांति स्थापित हो पायेगी। वैसे आपके अन्य लेख भी शांति व मार्गदर्शक तो होते ही हैं। फिर भी ध्यान व योग की बात अलग ही रहेगी।
– वी के. राव (देवास – म.प्र.)
Your Content Goes Here




