શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્

ઉદ્બોધન કાર્યાલય
કલકત્તા, ૯/૧૦/૧૯ર૦

શ્રીમાન,

સદ્ગુરુની રાહ જોઈને બેસી રહેવા કરતાં યથા સંભવ ઈશ્વર ચિંતન, સાધુ-સંત સંગ અને ધાર્મિક ગ્રંથોના પાઠ કરવાનો પ્રયત્ન કરો. જમીન ખેડીને તૈયાર થયા પછી બીજ વાવીએ તો સારો પાક થાય. પ્રકૃતિનું એક રહસ્ય એ છે કે જમીન તૈયાર થઈ જવાથી જ બીજ પોતાની જાતે આવીને ઉપસ્થિત થાય. કોઇ પણ ઉચ્ચતમ વસ્તુનો અભાવ થવાથી એની ઈચ્છા પૂર્તિ થાય. ખરેખર આવા અભાવબોધથી જ વસ્તુપ્રાપ્તિનો ઉપાય મળે. એ સાધુઓ દ્વારા સ્વીકારાયેલ અને શાસ્ત્ર્ાસંમત સત્ય છે. અમે અમારા જીવનમાં પણ આ વાતનો થોડો ઘણો અનુભવ કર્યો છે.

સદ્ગુરુ અતીન્દ્રિય શકિત ધરાવતા હોય છે. તેઓ શિષ્યનું સૂક્ષ્મ શરીર જોઇને તેના ભૂતકાળના અને ભવિષ્યના સંસ્કાર સમજીને એ પ્રમાણે એને ઉપદેશથી કેળવે છે. આ જ થયો ભૂત અને ભવિષ્યકાળનાં દર્શનનો અર્થ. ગણતરી દ્વારા કે જ્યોતિષ વિદ્યાની મદદથી કરેલ ભૂતકાળ અને ભવિષ્યકાળની આગાહી બધા સમયે સાચી ન પણ પડે.

સરળ મને ભગવાનને પ્રાર્થના કરવાથી તેઓ સમય આવ્યે બધી વ્યવસ્થા કરી દે. મારા આશીર્વાદ તારી સાથે જ છે.

શુભાનુધ્યાયી શ્રી સારદાનંદ

શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્

કલકત્તા, ૯/૪/૧૯ર૧

શ્રીમાન,

તારો પત્ર મળ્યો. હું તને માત્ર એટલું જ કહી શકું કે શ્રી ઠાકુર જગતના ગુરુરૂપે આવ્યા છે. તેથી જે એમની ઉપર દૃઢ વિશ્વાસ રાખીને એમનાં નામ જપ કરશે, એનું આ જીવનમાં તેમજ પર – જીવનમાં મંગલ થશે જ. એના ઉદ્ધારની કોઇ ચિંતા નથી. ઠાકુરનું નામ જ મહામંત્ર છે, એ નિયમિત રૂપે જેટલા થઇ શકે એટલા વધુ જપ કરજે.

શુભાનુધ્યાયી શ્રી સારદાનંદ

શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્

કલકત્તા, ૯/૪/૧૯ર૧

શ્રીમાન,

તમારા ઘરે નિયમિત આઠ – દશ ભકતો ભેગા થઇને શાસ્ત્ર્ા પાઠ, શાસ્ત્ર્ા ચર્ચા, ભજન વગેરે કરે છે, એ જાણી રાજી થયો. આ એક ઉત્તમ કાર્ય છે. ભકતમંડળી સાથે નામગુણ – સંકીર્તન ભાવભકિત વધારવામાં સહાયક બને છે. વિરોધીઓ ગમે તેટલી નિંદા કરે પણ એના પર ધ્યાન આપ્યા વિના આ પ્રમાણે કરતા રહેજો. તમારા જીવનમાં ઉન્નતિ થતી જોઈને વિરોધીઓ સત્સંગની ઉપયોગીતા સમજી જશે. આ વિશે કોઈની સાથે ઝઘડવું યોગ્ય નથી. એનાથી આપણું જ અનિષ્ટ થાય.

તમને અને શ્રીમતીને મારા આશીર્વાદ. ભકતમંડળીને મારી શુભેચ્છાઓ.

શુભાનુધ્યાયી શ્રી સારદાનંદ

Total Views: 131
By Published On: November 1, 2012Categories: Saradananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram