રામકૃષ્ણ મઠ, ચેન્નાઈથી પ્રકાશિત થતા સામયિક ‘વેદાંત કેસરી’ના ડિસેમ્બર, ૨૦૧૨ના અંકમાં મઠના અધ્યક્ષ અને વરિષ્ઠ સંન્યાસી તથા રામકૃષ્ણ મિશનના સંચાલક મંડળના સભ્ય શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજીના લેખ ‘સ્વામી વિવેકાનંદ : ધ ટ્રુ એમ્બેસેડર ઓફ ઇન્ડિયન કલ્ચર’ નો શ્રીસુરમ્ય યશસ્વી મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.
સંસ્કૃતિ અને સભ્યતા
જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ સિદ્ધ કરવા મનુષ્ય પ્રકૃતિ સામે સંઘર્ષ કરે છે. આ પ્રગતિ બે પ્રકારની હોઈ શકે : દુન્યવી વિકાસ જે ભૌતિક જીવનધોરણને વધુ ઉત્કૃષ્ટ બનાવવા તરફ લઈ જાય છે, તેને ‘સભ્યતા’ કહેવાય છે અને આંતરિક વિકાસ જે સમગ્ર વ્યક્તિત્વના ‘શુદ્ધિકરણ’ થી થાય છે – જેમ કે શરીર, ઈન્દ્રિયો, મન, બુદ્ધિ, લાગણીઓ ઇચ્છા નૈતિકતા અને આધ્યાત્મિકતા. આ આંતરિક વિકાસને સંસ્કૃતિ કહેવાય છે, જેને લેટિનમાં શુદ્ધ (Cultura – કલ્ચરા) અથવા વિકસાવું કહેવાય છે. એક રાષ્ટ્રને બન્નેની જરૂર છે. ચોક્કસ પ્રમાણસર રીતે તેનો અમલ કરવો જેથી વ્યક્તિગત કે સામૂહિક રીતે વિકાસને સંપૂર્ણપણે સિદ્ધ કરી શકાય.
સભ્યતા ઉપર છલ્લી હોય છે, જ્યારે સંસ્કૃતિ તો ઘણી ઊંડી હોય છે. ઘણા લોકો સંસ્કૃતિને સભ્યતા ગણી લેવાની ભૂલ કરી બેસે છે. એટલે સ્વામી વિવેકાનંદ સ્પષ્ટ કહે છે કે આંચકાઓ સામે ‘સંસ્કૃતિ’ અડીખમ રહે છે, નહીં કે ‘સભ્યતા’.
સ્વામીજી રાષ્ટોનાં ઉદાહરણો આપે છે, જેવાં કે ગ્રીક, રોમ વગેરે, જે ઉચ્ચ સભ્યતાઓ ધરાવતાં હતાં પણ જ્યારે પાર્શિયા, મોન્ગોલિયા જેવા ઓછા વિકસિત અને ઘાતકી હુમલાખોરો ચડી આવ્યા અને તેમના પર વિજય મેળવ્યો; ત્યારે તેઓનું પતન થયું કારણ કે તેમની સભ્યતા શારીરિક શક્તિ અને સત્તા ઉપર આધારિત હતી જેનો વિનાશ વધુ શક્તિશાળી અને ક્રૂરતા ધરાવતી અલ્પ વિકસિત જાતિ દ્વારા થયો. પણ આવા જ આક્રમણખોરોના હુમલાઓ સામે ભારત ટકી રહ્યું, કારણ કે તેની શક્તિ આધ્યાત્મિકતા અને સંસ્કૃતિમાં છુપાયેલી છે. તેથી જ સ્વામી વિવેકાનંદે નોંધ લીધી કે આધ્યાત્મિક સંસ્કૃતિ જ ટકાઉ પ્રગતિનો આધારે છે.
વેદાન્ત પર આધારિત સંસ્કૃતિ
ભારતની સંસ્કૃતિ વેદાન્ત તત્ત્વદર્શન પર આધારિત છે. વેદાન્ત મનુષ્યમાં રહેલી દિવ્યતાને માને છે. સર્વસર્જનની દિવ્ય એકતા અને વિવિધ પદ્ધતિઓ જેને યોગ કહેવાય છે. તેનાથી આ આંતરિક દિવ્યતા પ્રકટે છે. એ દરેક ધર્મમાં રહેલ મૂળભૂત સંવાદિતાને પણ પ્રબોધે છે. ‘એકમ્ સત્ વિપ્રા બહુધા વદન્તિ’, સત્ય એક છે પણ ઋષિમુનિઓ તેને જુદાં જુદા નામે ઓળખે છે. તેમ વેદો કહે છે. વેદાન્તની આ વિચારધારા સમગ્ર માનવસમૂહ સામે રાખવાની જરૂર છે, જેથી મનુષ્યો વિશ્વબંધુત્વની ભાવના સાથે જીવી શકે. આજે સૌથીથી વધુ જરૂરિયાત હોય તો છે પરસ્પર પ્રેમ, કરુણા અને સહકારભર્યાં કાર્યોની જે માત્ર શાશ્વત શાંતિના સંદેશ સાથે કલ્યાણ અને સમૃદ્ધિ માટે વિકસિત કે અર્ધવિકસિત દરેક રાષ્ટ્રોને ખાતરી આપે છે. (સ્વામી વિવેકાનંદનું મિશન’ : લેખક – સ્વામી જ્યોતિર્મયાનંદ પૃ. ૧ થી ૭ )
શિકાગો ખાતે ૧૮૯૩માં યોજાયેલ વિશ્વધર્મપરિષદમાં વિશ્વના એકત્ર થયેલા ગંભીર આધ્યાત્મિક ચિંતકોની મહાસભા સમક્ષ સ્વામી વિવેકાનંદનું લક્ષ્ય વેદાન્તનું વૈશ્વિક અમૃત પીરસવાનું હતું. વેદાન્ત શા માટે ? એટલા માટે કે વેદાન્ત સર્વધર્મની પાયાની સાચી વિચારધારાને માટે વેદાન્ત ઘણી જ ઉચ્ચ વિભાવના સાચી રીતે રાખે છે. વેદાન્ત કહે છે કે ધર્મ એક અનુભૂતિ છે, પરમાત્મા અને આત્માની પ્રત્યક્ષ ઉપલબ્ધિ છે. આપણા પ્રાચીન ઋષિઓ દ્વારા આ ફક્ત જોવાઈ નથી, તેની ઋષિઓએ આંતરદૃષ્ટિ દ્વારા પ્રત્યક્ષ ઉપલબ્ધિ પણ કરી છે. હવે પ્રશ્ન એ છે કે આંતરદૃષ્ટિ શું છે ?
આંતરજ્ઞાન, ઇન્દ્રિયાતીતને પામવાની ક્ષમતા બુદ્ધિને આદૃશ્ય છે. પણ એથીય ઘણે આગળ મન અને ઇન્દ્રિયોથી પણ ઉપર જઈને દરેક ધર્મમાં રહેલ રહસ્યમય સત્ય અને આધ્યાત્મિક વિશ્વનો પ્રત્ય ‘અનુભવ’ કરાવે છે.
સ્વામી વિવેકાનંદ એક સર્વોચ્ચ દ્રષ્ટા, વેદાન્તના ઋષિ હતા, જે શકતા, ‘મેં ઈશ્વરનો અનુભવ કર્યોછે, હું તમને પણ તેનાં દર્શન કરાવી શકું કારણ કે હું એની ‘પદ્ધતિ’ જાણું છું. જે સર્વોચ્ચ અને રહસ્યમય સત્યનો અનુભવ આપી શકે છે.’ વેદાન્તનું આ સાચું લક્ષણ છે. તે મનુષ્યના જન્મ, ગ્લાની, દુ :ખ, દુષ્ટતા, મૃત્યુનાં સાચાં આધ્યાત્મિક કારણોને ઉદ્ઘાટિત કરે છે અને એ ઉપરાંત આ બધાથી પાર જવાના ઉપાયો પણ બતાવે છે. એ કાયમ માટે દુ :ખોનો નાશ કરે છે અને સાધકોને શાશ્વત દિવ્યતા આપે છે. એ બધાં જ દુ :ખોથી હંમેશાં મુક્તિને લક્ષ્યમાં રાખે છે અને શાશ્વત સર્વોચ્ચ દિવ્યતાની પ્રાપ્તિ કરાવે છે. (આત્યંતિક દુ :ખ નિવૃત્તિ, પરમાનંદ પ્રાપ્તિ). પુરુષો અને સ્ત્રીઓને એનો અનુભવ કરાવે છે કે તેઓ અમૃત્ત, દિવ્ય આત્મા અને ભગવાનનાં સંતાનો છે, દેહ અને મન નથી, જેમાં તેઓ કાચલાઉ રીરતે વસે છે અને મૃત્યુ સમયે તેને છોડી દે છે.
સ્વામી વિવેકાનંદનો સંદેશ
મનુષ્યમાં રહેલી દિવ્યતાના આ સંદેશનો ઉપદેશ આપવા, તેના સાચા દિવ્યસ્વરૂપને ‘ઊઠો અને જાગો’ને અનુસરવા અને અસીમ નિર્ભયતા, અનંત જ્ઞાન અને સંપૂર્ણ આનંદ તેમના જીવનના દરેક કાર્યમાં રહે તે સ્વામી વિવેકાનંદના જીવનનું ધ્યેય હતું. તેઓ પોતે ઘણીવાર કહેતા, ‘મનુષ્ય નિર્માણ એ જ મારા જીવનનું ધ્યેય છે.’
સ્વામી વિવેકાનંદે એ અંગુલિ નિર્દેશ કર્યો છે કે વેદાંત અને બધા જ ધર્મોનો મૂળભૂત ઉપદેશ હતો કે તેમના અનુયાયીઓ અનુભવે કે તેઓ દિવ્ય અને અમૃત છે. હજારો વર્ષોથી ઋગ્વેદ કાળથી ભારતીય પરંપરાનો આત્મા વેદાંતનો મુખ્ય સંદેશ આ જ છે. આને લઈને તેઓનો ગર્વ રહ્યો છે કે ‘મનુષ્યના સાચા સ્વરૂપ’ને આ ક્ષણભંગુર દુનિયાના પ્રત્યેક સ્વાર્થનો ત્યાગ કરવો. એક માધ્યમ તરીકે ભગવાનનાં બધાં જ સંતાનોની પ્રેમ, કરુણા અને સહાનુભૂતિથી સેવા કરવી. આમ ત્યાગ અને સેવા એ વેદાન્તનો સર્વોચ્ચ આદર્શ રહ્યો છે.
વેદાન્તના ઋષિઓએ જોયું કે આંતરિક દિવ્યતાની શોધ-જિજ્ઞાસા હોવી એ જ સાચો ધર્મ છે. આમ, બધા જ ધર્મો તેમના પાયાના ઉપદેશમાં ત્યાગ અને સેવા જ ભાર મૂકે છે.
દૃષ્ટાંતરૂપે ઈશુ ખ્રિસ્તે કહ્યું હતું, ‘મૃત્યુને મૃત્યાના હવાલે કરો, મને અનુસરો.’ ‘અરે ! તમે એક સાથે ભગવાનની અને ધનની સેવા કરી શકો નહીં.’ ‘સોયના નાકામાંથી ઊંટ પસાર થઈ શકે છે, પણ ધનિક માણસને સ્વર્ગના દરબારમાં પ્રવેશ મળે નહીં.’ વગેરે. આ બધા ત્યાગ માટે અગ્નિમંત્ર છે.
સ્વામી વિવેકાનંદે એ શોધી કાઢ્યું કે મનુષ્યમાં રહેલી આ દિવ્યતાનો બોધ આપવો અને જીવનનાં પ્રત્યેક કાર્યમાં તેને કેવી રીતે પ્રકાશિત કરવો એ જ તેમના જીવનનું ધ્યેય છે. અર્થાત્ વિશ્વ માટે ‘ભારતનું લક્ષ્ય’ છે. તેઓ પોતાની જાત માટે કહેતા કે બહુ ટૂંકાગાળામાં ભારતથી આવેલા આ એક માત્ર ધર્મપ્રચારક પશ્ચિમ ઉપર ફરી વળશે. તેમણે વિશ્વના આધ્યાત્મિક ઇતિહાસ દ્વારા આનો નિર્દેશ્ા કર્યો હતો. જ્યારે પણ વિશ્વના રાષ્ટ્રોને બૌદ્ધો, રોમનો કે અંગ્રેજ સામ્રાજ્ય નીચે લાવવામાં આવ્યાં છે, ત્યારે વેદાન્તનો આધ્યાત્મિક સંદેશ બીજાં રાષ્ટ્રો તરફ નૈતિક મૂલ્યો અને સાંસ્કૃતિક વૈભવ વહ્યો છે. (ક્રમશ 🙂
Your Content Goes Here



