(ગતાંકથી આગળ…)
ઘર તરફ પુન :પ્રયાણ
સુખ્યાત મંદિરોની યાત્રા કરીને સ્વામી વિવેકાનંદ અને ખુશ મુંબઈ પાછા ફર્યા અને ખુશના ભવનની અગાસી પર ઊતર્યા. પોતે પોતાના મૂળ સ્વરૂપમાં પાછો કેમ આવી શકે એ વિશે ખુશને ચિંતા હતી. સ્વામી વિવેકાનંદે પોતાની જાતને માનવરૂપમાં પરિવર્તિત કરી અને ખુશને તેમનો સ્પર્શ કરવા કહ્યું. સ્વામીજીને સ્પર્શતાં જ ખુશ પોતાના મૂળ માનવરૂપમાં આવી જાય છે.
ખુશને વિદાય આપતાં સ્વામીજીએ કહ્યું, ‘વત્સ, જેમ ભિન્ન ભિન્ન નદીઓ જુદાં જુદાં સ્થળેથી નીકળીને એક સાગરમાં મળે છે, તેમ લોકો જુદા જુદા ભાવે જે જે ધર્મને અનુસરે છે તે બધા ધર્મો, વિચિત્ર અને સરળ-સહજ લાગે, તો પણ તે બધા ધર્મપથો ઈશ્વર તરફ દોરી જાય છે. આટલું યાદ રાખજે કે આ બધાં મંદિરોની યાત્રા કરીને તારે ભક્તિભાવ કેળવવો જોઈએ. ઈશ્વર પ્રત્યેનો ભક્તિભાવ કોઈપણ વ્યક્તિએ પોતાની નાની ઉંમરથી કેળવવો જોઈએ. એક દિવસ પણ ચૂક્યા વિના પ્રભુની પ્રાર્થના કરતા રહો.’ આમ કહીને સ્વામી વિવેકાનંદ આકાશમાં વિદ્યુત વેગે ઊડી ગયા.
એ જ વખતે ખુશને ખ્યાલ આવ્યો કે તે ધીમે ધીમે જાગૃત અવસ્થામાં આવતો હતો. તેણે પોતાનાં માતાનો અવાજ સાંભળ્યો, ‘ખુશ, ઊભો થા, ક્યાં સુધી ઊંઘતો રહીશ ?’ ખુશ તરત જ ઊભો થયો અને સ્નાન કરવા ગયો.
ખુશની બહેન પોતાના અભ્યાસ પ્રવાસેથી પાછી ફરે છે
બહેન પોતાના અભ્યાસ પ્રવાસેથી પાછી ફરે તેની ખુશ રાહ જોતો હતો. તેની સાથે તે મંદિરનાં શિલ્પકામની ચર્ચા કરવા ઇચ્છતો હતો. થોડા દિવસો પછી તેની બહેન પ્રવાસેથી પાછી ફરી અને ઉત્સાહપૂર્વક તેણે મુલાકાત લીધેલાં મંદિરોના અનુભવની વાત કહેવા માંડી. પરંતુ ખુશે તો સ્વામી વિવેકાનંદના સ્વપ્નજગતથી આ બધાં મંદિરોની મુલાકાત લીધી હતી અને તેનું એણે તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું હતું. ખુશ અવારનવાર તેની બહેને કરેલાં આ મંદિરોનાં વર્ણનની વાતમાં વચ્ચે ટીકા કરીને ખલેલ પાડતો હતો, એ જોઈને એમનાં દાદાદાદી અને માતપિતા આશ્ચર્યમાં પડી ગયાં. ખુશે બહેનના વર્ણનમાં રહેલી અનેક ભૂલો તરફ ધ્યાન દોર્યું. ખુશ આ બધું કેવી રીતે જાણી શક્યો તે વિશે કુટુંબનાં બધાંને આશ્ચર્ય થયું. પરંતુ તે પોતાના રહસ્યને ખુલ્લું કરવા માગતો ન હતો અને તેના મુખ પર તોફાની હાસ્ય છલકતું રહેતું.
ખુશ દરરોજ ઈશ્વરની પ્રાર્થના કરવાનું શરૂ કરે છે
સ્વપ્નજગતમાં સ્વામી વિવેકાનંદ પાસેથી ઈશ્વરની પૂજા વિશે પ્રાપ્ત કરેલ સલાહનું ખુશે અનુસરણ કરવાનું શરૂ કર્યું.
એની દરરોજની સાદી પ્રભુસેવામાં તે પોતાની કોલોનીનાં વૃક્ષમાંથી થોડાં ફૂલો ચૂંટીને અને તે બધાં સ્વામી વિવેકાનંદનાં પુનિત ચરણોમાં ધરીને દરરોજ એકધ્યાનથી થોડી મિનિટ સુધી પ્રાર્થના કરતો. સ્વામી વિવેકાનંદના આ બાળશિષ્યમાં આવતાં આવાં ઇચ્છવા યોગ્ય પરિવર્તનો કુટુંબના બધા સભ્યોએ ધ્યાનથી જોયાં. ખુશને આ બધું કરવા કોણ પ્રેરે છે તેની તેમને ખબર ન હતી. એક ગહન રહસ્યની જેમ ખુશે સ્વામી વિવેકાનંદ સાથેનો આ નાતો ચાલુ રાખ્યો. (ક્રમશ 🙂
Your Content Goes Here



