સરયૂબાલાદેવીની નોંધ : ૩ આૅગસ્ટ, ૧૯૧૧

આજે હું થોડી જરૂરિયાતની વસ્તુઓ સાથે લઈ શ્રીમા પાસે મંત્રદીક્ષા લેવા ગઈ. મેં ગૌરીમાને પૂછ્યું હતું કે કઈ વસ્તુઓની જરૂર પડશે, તે બધું હું મારી સાથે લાવી હતી. અમે જ્યારે શ્રીમાના ઘેર આવ્યાં ત્યારે અમે તેમને જપધ્યાનમાં મગ્ન જોયાં. થોડી વાર પછી તેમણે આંખો ખોલીને અમને બેસવાની ઈશારત કરી. તેમની પૂજા પૂરી થઈ ત્યારે ગૌરીમાએ મને મંત્રદીક્ષા આપવા વિષેની વાત કરી. શ્રીમા સાથે મેં અગાઉ આ વાત કરેલ હતી….. થોડી વાર પછી તેમણે મને કહ્યુંું, ‘તારું આસન લાવ અને મારી ડાબી બાજુએ બેસ.’

‘મા,’ મેં કહ્યુંું, ‘મેં હજુ ગંગાસ્નાન કર્યું નથી.’

‘તેમાં ખાસ વાંધો નહીં આવે,’ શ્રીમાએ જવાબ આપ્યો. ‘મને ખાતરી છે કે તેં નવાં કપડાં પહેર્યાં છે !’

હું પાસે બેઠી. મારું હૃદય ખૂબ ધડકતું હતું. શ્રીમાએ બધાંને ઓરડામાંથી બહાર જવા કહ્યુંું. ત્યાર પછી તેમણે કહ્યુંું, ‘તને સ્વપ્નમાં શું મળ્યું છે તે કહે.’

‘હું તે લખું કે બોલું ?’ મેં પૂછ્યું.

શ્રીમાએ કહ્યુંું, ‘મોઢેથી જ કહે.’

મને સ્વપ્નમાં જે મંત્ર મળ્યો હતો તેનો અર્થ શ્રીમાએ મને મારી મંત્ર-દીક્ષાના સમયે સમજાવ્યો. તેમણે કહ્યુંું, ‘પહેલાં તે મંત્રનું વારંવાર ઉચ્ચારણ કર.’ પછી તેઓ એક નવો મંત્ર બોલ્યાં અને કહ્યુંું, ‘છેવટે આ મંત્રનો જપ કરજે અને તેના ઉપર ધ્યાન કરજે.’

મંત્રનો અર્થ સમજાવતાં પહેલાં મેં જોયું કે શ્રીમા થોડીક ક્ષણો ધ્યાનમાં ખોવાઈ ગયાં હતાં. જ્યારે તેમણે મને મંત્ર આપ્યો કે તરત મારું આખું શરીર કંપી ઊઠ્યું. કોણ જાણે કેમ, હું આંસુ સારવા લાગી. શ્રીમાએ લાલ ચંદન લઈને મારા કપાળમાં મોટું તિલક કર્યું. મેં દક્ષિણા નિમિત્તે થોડા પૈસા અને ઠાકુરને પ્રસાદી અર્પણ કરી. શ્રીમાએ ગોલાપમાને પૈસા લઈ જવા માટે બોલાવ્યાં.

મંત્રદીક્ષા આપતી વખતે શ્રીમાનો ચહેરો ખૂબ જ ગંભીર હતો. પછીથી તેમણે તેમની પ્રાર્થના કરવાની જગ્યા છોડી. તેમણે મને કહ્યુંું, ‘ધ્યાન કર. તારા મંત્રનો જપ કર અને થોડો સમય પ્રાર્થના કર.’

મેં તેમ કર્યું અને છેવટે તેમના ચરણે હું નમી પડી અનેે તેમણે મને આશીર્વાદ આપ્યા, ‘ભક્તિલાભ થાઓ.’ મનમાં ને મનમાં માને કહ્યુંું, ‘મા, તમારા શબ્દો યાદ રાખો. મને વંચિત ન કરતાં.’

શ્રીમા હવે ગંગાસ્નાન કરવા જતાં હતાં અનેે ગોલાપમા સાથે જતાં હતાં. મેં શ્રીમાનો ટુવાલ અને કપડાં લીધાં અને તેમની સાથે ચાલી. તેમણે નદીમાં પગ મૂક્યો કે તરત જ ઝરમર વરસાદ શરૂ થયો. સ્નાન કર્યા બાદ તેમણે એક બ્રાહ્મણ ગોરને એક કેળું, એક કેરી અનેે એક પૈસો આપ્યાં અનેે કહ્યુંું, ‘હું ફળો આપું છું, પણ બદલો તમને મળે.’ આહ ! ગોર મહારાજ ! તે વસ્તુઓ તમને કોણે આપી તે તમે જાણી શક્યા નથી અને જે શબ્દો સાંભળ્યા તેનો અર્થ પણ સમજી શક્યા નથી !….. શ્રીમાએ મારા હાથમાંથી કપડાં લીધાં અને પછીથી તેમનાં ભીનાં કપડાં મને આપ્યાં અને કહ્યુંું, ‘હવે ચાલો.’

ગોલાપમા સૌથી આગળ ચાલતાં હતાં. શ્રીમા અમારી વચમાં ચાલતાં હતાં અનેે છેલ્લે હું ચાલતી હતી. શ્રીમાએ ગંગામાંથી પાણીનો એક નાનો ઘડો ભર્યો અને પોતે જ ઉપાડ્યો. રસ્તામાં આવતા દરેક વડના ઝાડના મૂળમાં તેઓ પાણી રેડતાં હતાં અનેે પગે લાગતાં હતાં. (શ્રી શ્રીમાતૃચરણે,પૃષ્ઠ : ૮૦-૮૧)

Total Views: 109
By Published On: August 1, 2016Categories: Ma Sarada Devi0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram