સરયૂબાલાદેવીની નોંધ : ૩ આૅગસ્ટ, ૧૯૧૧

અમે ઘેર પહોંચ્યાં. . . .ગંગા નદીએથી પાણીનો જે નાનો ઘડો તેઓ ભરી આવ્યાં હતાં તે ઘડો પ્રાર્થના ખંડમાં મૂકવા માટે ગોલાપમા ગયાં. નીચે પાણીની ટાંકી પાસે એક પાણીનો ભરેલ ઘડો હતો; શ્રીમાએ ત્યાં પગ ધોયા. અને મને કહ્યુંું, ‘તારા પગ પણ કાદવવાળા થયા છે માટે તેને સાફ કરી નાખ.’ મેં પાણી માટે આજુબાજુ જોયું પણ તેમણે મોટા અવાજે કહ્યુંું, ‘મારો ઘડો શા માટે નથી ઉપાડતી ?’

મેં કહ્યુંું, ‘પણ તમારા સ્પર્શથી તે પાણી પવિત્ર થયેલું છે.’

તેમણે સલાહ આપી, ‘પ્રથમ તું તારા મસ્તક ઉપર તેમાંથી થોડું પાણી છાંટ એટલે હરકત નહીં આવે.’

તેમનું મન જેટલી સરળતાથી કામ કરી રહ્યુંું હતું તેટલું મારું મન કરતું ન હતું. મેં જવાબ આપ્યો, ‘એવું તે કેમ થઈ શકે ?’ હું બીજું વાસણ લઈ આવી અનેે ટાંકામાંથી પાણી લઈ પગ સાફ કર્યા. શ્રીમા મારા માટે રોકાયાં. પછી અમે ઉપર ગયાં અને તેમણે બે ‘સાલ’નાં પાંદડાંમાં પ્રસાદી મીઠાઈમાંથી બે ટુકડા મૂક્યા. તેમાંથી એક ભાગ તેમણે લીધો અનેે બીજો મને આપ્યો. અને મને તેમની બાજુમાં બેસી જમવાનું કહ્યુંું. . . .

ધીમે ધીમે ઘણી સ્ત્રીઓ એકઠી થઈ ગઈ, હું તેમાંની કોઈને ઓળખતી ન હતી. મને કહેવામાં આવેલ કે તેઓ બધાં જ બપોરે પ્રસાદ લેશે. પ્રસાદ પીરસાયા બાદ અમે બધાં જમવા બેઠાં. શ્રીમાએ તેમની હંમેશની જગ્યા લીધી. ત્રણ વાર તેમણે ભાતના કોળિયા હોઠે અડકાડ્યા અનેે મને પાસે બોલાવી અને આપ્યા. મેં તે સ્વીકાર્યા. એ વખતે મને એવી તો સુવાસ આવી કે મને અત્યારે પણ તેની નવાઈ લાગે છે. પછી તેમણે જે ભોજન ઈશ્વરાર્પણ કર્યું હતું તે હાજર રહેલા બધાંને વહેંચવામાં આવ્યું. ગોલાપમાએ બધાંને પીરસ્યું અનેે પછી છેલ્લે પોતે જમવા બેઠાં. શ્રીમાએ હસતાં હસતાં અને વાતો કરતાં કરતાં જમવાનું શરૂ કર્યું. મેં જ્યારે આ જોયું ત્યારે છુટકારાનો દમ ખેંચ્યો. કારણ કે મને મંત્રદીક્ષા આપી તે જ ક્ષણથી તેઓ જાણે કે કોઈ જુદી જ વ્યક્તિ ભાસતાં હતાંગંભીર, અંતર્મુખી, પાવનકારી, શુભાશિષ આપવાની શક્તિ ધરાવતાં, સત્ય-સ્વરૂપા દેવી જેવાં લાગતાં હતાં. હું તો ભયમિશ્રિત આદરથી દબાઈ ગઈ હતી. આ બનાવ પછી મેં તેમને ઘણા લોકોને મંત્રદીક્ષા આપતાં જોયાં છે; બધું ત્રણ કે ચાર મિનિટમાં પૂરું થઈ જતું અનેે તેમનું તેવું ગંભીર માનસ ફરી કદી જોયું નહીં. તેઓએ વારંવાર પોતાના શિષ્યોને આખો વખત હસતાં હસતાં, ઊભાં ઊભાં અથવા તો બેસીને મંત્રદીક્ષા આપી હતી. તેઓ પણ તરત જ સુખી થઈ અનેે પૂર્ણ રીતે સંતોષાઈને ચાલ્યાં જતાં. જિજ્ઞાસાથી પ્રેરાઈને મેં ઘણી વાર બીજા શિષ્યોને પૂછેલ કે શ્રીમા મંત્રદીક્ષા આપતી વખતે કેવાં લાગતાં હતાં. એક વિધવાએ મને એક વખત કહ્યુંું, ‘અરે રોજના જેવાં જ. મેં તો પહેલાં મારા વંશપરંપરાના ગુરુ પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી. મેં જ્યારે શ્રીમા વિશે સાંભળ્યું ત્યારે હું મારી મંત્રદીક્ષા માટે આવી. તેમણે મને વંશપરંપરાના ગુરુએ આપેલા મંત્રનો દસ વખત જપ કરવાનું કહ્યુંું. પછી જે મને આપવાનો મંત્ર હતો તે તેમણે મને આપ્યો અને ઠાકુર તરફ નિર્દેશ કરીને કહ્યુંું, ‘તેઓ ગુરુ છે.’ ત્યાર પછી બીજું સ્વરૂપ બતાવીને કહ્યુંું, ‘આ તમારા ઇષ્ટદેવ છે.’ પછીથી તેમણે મને પ્રાર્થના કરવાનું કહ્યુંું.’

(શ્રી શ્રીમાતૃચરણે, પૃષ્ઠ : ૮૦-૮૧)

Total Views: 101
By Published On: September 1, 2016Categories: Ma Sarada Devi0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram