શ્રીરામકૃષ્ણ: શરણમ્

આલમબજાર મઠ

18-02-1896

પ્રિય હરિમોહન,

તમારો માઘ પંચમીનો પત્ર મળતાં સમાચારોથી માહિતગાર થયો. ઉત્સવમાં વ્યસ્ત હોવાથી જવાબ આપવામાં વિલંબ થયો.

અહીંનો ઉત્સવ ભવ્યતાપૂર્વક નિર્વિઘ્ને સંપન્ન થયો. ઓછામાં ઓછા ત્રીસ હજાર લોકોએ એકત્રિત થઈને સમગ્ર દિવસ દરમ્યાન ઉત્સાહ અને ભક્તિસભર હૃદયપૂર્વક સંકીર્તન અને જયઘોષ કરતા રહીને દક્ષિણેશ્ર્વર મંદિરને આનંદથી ભરપૂર કરી મૂક્યું હતું. આ વખતનો મહોત્સવ બીજાં વર્ષોની સરખામણીએ બધી રીતે ઉત્કૃષ્ટ થઈ પડ્યો. જો તમે તે પ્રસંગે અહીં હાજર હોત તો ઘણો જ આનંદ થાત. જો તમારું સ્વાસ્થ્ય ત્યાં બરાબર ન રહેતું હોય તો તમે હવે કોલકાતા જ ચાલ્યા જાઓ…

હું જાણું છું કે તમે ઉડાઉ નથી છતાંય તમને સાવધ કરી દઉં છું કારણ કે તમારી બુદ્ધિ હજુ પરિપક્વ થઈ નથી. આ બાબતે દુ:ખી થશો નહીં. શરીરને નીરોગી અને સ્વસ્થ રાખવા માટે જેટલો ખર્ચ કરવો જરૂરી હોય તેટલો ચોક્કસ કરવો જોઈએ. એમાં કદાપિ કંજૂસાઈ સારી નહીં… અસ્તુ, અમારી ઇચ્છા છે કે તમે અહીં ચાલ્યા આવો…

તમે કેમ છો અને તમારો આખો દિવસ કેવી રીતે પસાર કરો છો તેનું સવિસ્તાર વર્ણન કરતો પત્ર જલદીથી લખજો. ભૂલશો નહીં. થોડાક જ દિવસો પછી મારો બહાર જવાનો વિચાર છે. ક્યાં જઈશ તે હજુ સુધી નક્કી કર્યું નથી. મોટેભાગે કાશી અને કોલકાતા વચ્ચે જ મુંગેર, મિથિલા વગેરે સ્થળોએ ભ્રમણ કરીશ. તમે મારા સ્નેહ અને આશીર્વાદ સ્વીકારજો.

શુભાકાંક્ષી

તુરીયાનંદ

Total Views: 118
By Published On: December 1, 2016Categories: Turiyananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram