શ્રી શ્રી ગુરુપૂર્ણિમાના પાવનકારી પ્રસંગના ઉપલક્ષ્યમાં રવિવાર, તા.૫ જુલાઈ ૨૦૨૦ ના શુભદિને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવની વિશેષ પૂજા, હવન વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોરોનાની વૈશ્વિક મહામારીના સંકટને ધ્યાનમાં રાખીને મર્યાદિત સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ રહી હતી. મહામારીને લગતા નિયમો જેવા કે માસ્ક પહેરવું, સાર્વજનિક અંતર જાળવવું વગેરેને અનુસરીને ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. એમાં ભક્તોને (આશ્રમમાં તૈયાર કરેલ) મીઠાઈ પ્રસાદ આપવામાં આવ્યો હતો. મંદિરદર્શન તથા પ્રસાદનો સમય સવારે ૮ થી ૧૧.૩૦ અને સાંજે ૪ થી ૭ સુધીનો રહ્યો હતો.

દર વર્ષની જેમ રાબેતા મુજબ સવારે ૫.૦૦ વાગ્યે મંગલ આરતી, સ્તોત્ર, વેદપાઠ અને ધ્યાન કરવામાં આવ્યાં હતાં. ૭.૩૦ કલાકે વિશેષ પૂજાનો આરંભ થયો હતો. ૮.૩૦ કલાકે પૂજા દરમિયાન ભજનનો આનંદ ભાવિકોએ માણ્યો હતો. ૧૧.૧૫ કલાકે ‘આધ્યાત્મિક જીવનમાં ગુરુની આવશ્યકતા’ વિશે સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે મનનીય પ્રવચન આપ્યું હતું. બપોરે ૧૨.૦૦ કલાકે હવન, ત્યાર બાદ પૂર્ણાહુતિ અને પુષ્પાંજલિનો કાર્યક્રમ થયો હતો. આ સમગ્ર કાર્યક્રમ ઓનલાઈન દર્શાવવામાં આવ્યો હતો, જેમાં ઘણા ભક્તોએ ઘરે બેઠા ગુરુદેવ શ્રીરામકૃષ્ણની પૂજાવિધિનો લાભ લીધો હતો.

સાંજે ૬.૩૦ કલાકે સંઘના સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ દ્વારા ‘શ્રીરામકૃષ્ણ નામસંકીર્તનમ્’ થયું હતું. સંધ્યા આરતી બાદ રાત્રે ૮.૦૦ કલાકે ભજનસંગીતનો કાર્યક્રમ રહ્યો હતો. ૮.૩૦ થી ૯.૦૦ વાગ્યા સુધી ‘ગુરુનો મહિમા’ વિશે સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે ઓનલાઈન વિશેષ સત્સંગ પ્રવચન આપ્યું હતું.

Total Views: 108
By Published On: August 1, 2020Categories: Samachar Darshan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram