રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા કોવિડ -૧૯ રાહત કાર્ય (૨૦૨૧ – ૨૦૨૨)
(૦૮.૦૫.૨૦૨૧ થી ૧૪.૦૫.૨૦૨૧)
કોરોના વાયરસના ચાલી રહેલા રાહત કાર્યના ભાગરૂપે, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ઉપરોક્ત દિવસો દરમ્યાન નીચે મુજબ વસ્તુઓનું વિતરણ કરાયું : –
૧. અનાજનું વિતરણ : કોવિડ-૧૯ થી ઊભી થયેલી હાલની પરિસ્થિતિને કારણે ઘણાં ગરીબ પરિવારો આર્થિક સંકટને લીધે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેથી રાજકોટ, અમદાવાદ અને કચ્છ જિલ્લાના ૧૯૩ ગરીબ પરિવારોમાં સૂકા અનાજની રેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં નીચેની વસ્તુઓનો સમાવેશ થાય છે – ૯૬૫ કિગ્રા. ચોખા, ૧૯૩ કિલો. દાળ, ૩૮૬ કિલો. લોટ, ૧૯૩ કિલો. ખાદ્ય તેલ, ૧૯૩ કિગ્રા. ખાંડ, ૧૯.૩ કિલો. ચા પાવડર, ૧૯.૩ કિલો. વિવિધ મસાલા, ૧૯૩ કિલો. મીઠું ૩૫ ટુકડાઓ બાર સાબુ.
૨. આૅક્સિજન સિલિન્ડરો અને આૅક્સિજન કોન્સેન્ટ્રેટર્સ : કોવિડ-૧૯ ની ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓ માટે રાજકોટમાં ઓક્સિજન સિલિન્ડરોની અછત છે. તેથી અમે દર્દીઓને પ્રતિક અનામત રકમ લઈ વિના મૂલ્યે ઓક્સિજન સિલિન્ડરો અને આૅક્સિજન કોન્સેન્ટ્રેટર્સ આપીએ છીએ. અત્યાર સુધી અમે ૩ આૅક્સિજન કોન્સેન્ટ્રેટર્સ આપ્યા છે.
૩. પલ્સ આૅક્સિમીટર : કોવિડ -૧૯ ના દર્દીઓ માટે પલ્સ આૅક્સિમીટર ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ તે સરળતાથી ઉપલબ્ધ નથી. તેથી અમે દર્દીઓને પ્રતિક અનામત રકમ લઈ વિના મૂલ્યે પલ્સ ઓક્સિમીટર આપીએ છીએ. આજ સુધી અમે ૯ આૅક્સિમીટર આપ્યા છે.
૪. સ્ટીમ ઇન્હેલર્સ : કોવિડ -૧૯ ના દર્દીઓ માટે સ્ટીમ ઇન્હેલર્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલાક ગરીબ દર્દીઓ તેનું મહત્વ સમજી શકતા નથી અને તેમને બજારમાંથી ખરીદતા નથી. તેથી અમે તેમને શિક્ષિત કરી રહ્યાં છીએ અને ગરીબ દર્દીઓમાં વિના મૂલ્યે તેનું વિતરણ કરી રહ્યા છીએ. હજી સુધી અમે ૧૭ સ્ટીમ ઇન્હેલર્સનું વિતરણ કર્યું છે.
૫. ખાદ્ય વાનગીઓ : સુરત જિલ્લાના કિમ ગામની હોસ્પિટલમાં કોવિડ-૧૯ ના દર્દીઓને દિવસમાં બે વખત ભોજન આપવામાં આવે છે ૦૧.૦૫.૨૦૨૧ થી ૧૩.૦૫.૨૦૨૧ સુધીમાં ૧૨૪૯ ભોજન વિના મૂલ્યે પીરસવામાં આવ્યું છે.
૬. પુસ્તકોનું વિતરણ : કોરોના લડવૈયા અને દર્દીઓના મનોબળને ટકાવી રાખવા માટે સ્વામી વિવેકાનંદ દ્વારા લખાયેલ પુસ્તક ‘શક્તિદાયી વિચાર’ (અંગ્રેજી પુસ્તક Thoughts of Powerનો ગુજરાતી અનુવાદ)ની ૧૪૦૦૦ નકલોનું નિ :શુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે.
૭. ઓનલાઈન સત્સંગ : કોરોના મહામારીના સમયમાં લોકોના માનસિક સ્વાસ્થ્ય માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા દરરોજ ભાગવત અને અન્ય આધ્યાત્મિક વિષયો પર પ્રવચનો આશ્રમની યુ-ટ્યુબ ચેનલ-Shri Ramakirshna Ashrama Rajkotના માધ્યમથી પ્રસારિત કરવામાં આવે છે.
૮. ફૂડ પેકેટનું વિતરણ : તા.૧૮-૫-૨૦૨૧ મંગળવારના રોજ રાજકોટ ગ્રામ્યના અસરગ્રસ્ત વિસ્તાર રામપુર,બેટી અને પારેવાડા ગામમાં ૫૦૦ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.
‘તાઉ-તે’ વાવાઝોડું રાહત કાર્ય
રામકૃષ્ણ મિશન પોરબંદરે ૧૭ અને ૧૮મી મેએ આવેલા તાઉ-તે વાવાઝોડામાં સરકાર દ્વારા વિસ્થાપિત કરેલા પરિવારોને ગાંઠીયા અને બુંદીનાં ૧૦૦૦ પેકેટનું વિતરણ કર્યું.
Your Content Goes Here




