આપણે અવકાશમાં જેમ જેમ વધુ ને વધુ દૂર જોતા જઈએ છીએ, તેમ તેમ આપણે ભૂતકાળમાં જોતા જઈએ છીએ. કારણ કે અવકાશમાં પ્રકાશની ઝડપ 3 લાખ કિ.મી. પ્રતિ સેકન્ડ છે. આપણી સૌથી નજીકનો તારો “આલ્ફા સેન્ટોરી” લગભગ 4 પ્રકાશવર્ષ દૂર છે. અર્થાત્‌ જ્યારે આપણે એની સામે જોઈએ છીએ ત્યારે એ 4 વર્ષ પહેલાં કેવો હતો એ દેખાય છે.

અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ “જેમ્સ વેબ” નામનું સ્પેસ ટેલિસ્કોપ બનાવ્યું છે. એ અત્યાર સુધીનું સૌથી મોટું, સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ છે. એના દ્વારા વૈજ્ઞાનિકો પૃથ્વીથી અબજો અબજો પ્રકાશવર્ષ દૂર અવકાશમાં અને અબજો અબજો વર્ષ ભૂતકાળમાં જોઈ શકશે.

આજથી લગભગ 1380 કરોડ વર્ષ પહેલાં “બિગ બેંગ” વિસ્ફોટમાં બ્રહ્માંડનો જન્મ થયો હતો. આ ટેલિસ્કોપ દ્વારા આપણે 1350 કરોડ વર્ષ ભૂતકાળમાં જોઈ શકીશું. આનો અર્થ કે જન્મના માત્ર 20 કરોડ વર્ષ પછીનું બ્રહ્માંડ કેવું હશે એ આપણને નજરે દેખાશે. એ સમયે સર્વ પ્રથમ આકાશગંગાઓનું નિર્માણ થઈ રહ્યું હતું.

Total Views: 260
By Published On: April 1, 2022Categories: Krishnasakhananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram