‘વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,
પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે.

દુઃખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઈ જાય ત્યારે
મને સાંત્વન ન આપો તો ભલે,
પણ દુઃખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.

મને સહાય ન આવી મળે તો કાંઈ નહિ
પણ મારું બળ તૂટી ન પડે,

સંસારમાં મને નુકસાન થાય
કેવળ છેતરાવાનું જ મને મળે,
તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો.

મને તમે ઉગારો – એવી મારી પ્રાર્થના નથી,
પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.

મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો
પણ એને હું ઊંચકી જઈ શકું, એવું કરજો.

સુખના દિવસોમાં નમ્ર ભાવે તમારું મુખ હું ઓળખી શકું,
દુઃખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય
ત્યારે તમે તો છો જ એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો.

– રવીન્દ્રનાથ ટાગોર

Total Views: 65
By Published On: April 25, 2022Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram