કહું કેમ તુજને હું કોના સરીખું,
નથી કૈં કદી પણ તુજસમ સરીખું.
ઝટાઝૂંડ જેવું સરલતામાં તેવું,
તારું પ્રગટવું પમરવા સરીખું.
પ્રગટમાં ય છો તું, ન પ્રગટ્યું તેમાં છો,
સપન એક પલનું સભરતા સરીખું.
બહુ પુષ્પ શાખા, પરણહીન ડાળી,
બધે મ્હેંક પુષ્કળ, બધે શુષ્ક સરીખું.
પ્રભાતે નૂતન છો, ને સાંજે નમેલું,
રાતે અગોચર અનાગત સરીખું.
Total Views: 67
Your Content Goes Here




